Umang Events

Umang Events Providing Events & Entertainment Services....!!

With years of experience in a very wide range of event styles including Wedding Design, large-scale music & arts festivals, theater productions, family festivals, parades, corporate events & private parties, it is this experience, together with our creative approach, that empowers us to deliver events that stand out from the crowd...!! Our Services :

conceptual design | event design | set-stage d

esign floral design | entertainment | catering | brand strategy | campaigns activation | venue & location | full graphic design capabilities | lavish invitation card & gifts | film, photography direction

અદ્ભુત કલાકાર...!!
12/09/2020

અદ્ભુત કલાકાર...!!

K11 | Shyaamal Jadav

વીજળીના થાંભલાથી મ્યુઝિકલ કોન્સર્ટ સુધીની સફર

ટાઈટલમાં જ તમને લાગ્યું હશે કે આ શું વીજળીના થાંભલાની વાત અને મ્યુઝિક. ભલભલા કન્ફ્યુઝ થઈ જાય એવી જ આજે વાત કરવા જઇ રહ્યાં છીએ. આજે આપણી સાથે એવા કલાકાર છે કે જેઓ એક સાથે બે કામ કરે છે ! વધારે કન્ફ્યુક્સ થાઓ એ પહેલા ચાલો મુલાકાત કરીએ રાજકોટના કલાકાર શ્યામલ જાદવ સાથે...
નમસ્કાર મિત્રો, હું છું શ્યામલ જાદવ અને આપ મને અત્યારે કલાકાર પેજ પર વાંચી રહ્યાં છો. મારો જન્મ રાજકોટમાં જ મિડલ ક્લાસ ફેમિલીમાં થયો હતો. ઘર ની પરિસ્થિતિ સારી ન હોવા છતાં પણ અમારા બંન્ને ભાઈઓના ઉછેરમાં અને ભણતરમાં મમ્મી પપ્પાએ કોઈ પણ કચાસ આવવા ન દીધી. મને યાદ છે કે મહિનો પૂરો થવામાં સાત દિવસ બાકી હોય અને મમ્મી પર્સમાં માંડ સો રૂપિયા હોય. પપ્પા એક કારખાનામાં જોબ કરતાં એટલે એમની ફિક્સ્ડ સેલેરી જ આવે અને દસમા ધોરણ પછી તો મેં પણ એમની સાથે જોબ કરવાનું શરૂ કરી દીધું. સ્કૂલ પછી હું સીધો જ જોબ પર જતો રહું અને વેકેશનમાં હું એક સિમેન્ટના હોલસેલરને ત્યાં જોબ કરતો જેમાંથી મને માસિક પાંચસો રૂપિયા મળતા અને હું સાયકલ પર પચાસ કિલોની સિમેન્ટની થેલી ઉપાડીને આપવા પણ જતો અને સાયકલનું બેલેન્સ છટકે અને સિમેન્ટની બોરી સાથે હું પણ નીચે પડું. સાયકલનું બેલેન્સ છટકતું પણ મારું બેલેન્સ મેં હંમેશા જાળવી રાખ્યું છે. આ બધાં સંઘર્ષો વચ્ચે મેં ગાવાનું ન છોડ્યું. એમ તો બાળપણથી ગાવાનો ખૂબ શોખ પણ દસમા ધોરણમાં એ શોખ વધારે ખીલ્યો. સ્કૂલમાં એકવાર અમારા શિક્ષકે મારી પાસેથી પ્રાર્થના ગવડાવી અને એમને મારો અવાજ ગમતાં સ્કૂલના ફંકશનમાં ગાવાનું કહ્યું એમ આ રીતે મ્યુઝિકલ જર્ની શરૂ થઈ.
દસમા ધોરણના વેકેશનમાં જોબની સાથે સાથે ઇલેક્ટ્રિશિયનનો પણ કોર્ષ કર્યો અને ગીત સંગીતમાં રૂચિ હોવાથી રાષ્ટ્રીય શાળા ખાતે સંગીતની તાલીમ લેવાનું પણ શરૂ કર્યું. ત્યારબાદ મારે મ્યુઝીક શીખવા એમ.એસ યુનિવર્સિટીમાં જવું હતું પણ મમ્મી-પપ્પા ન માન્યા કેમ કે ઘરની પરિસ્થિતિ ખરાબ હતી. છતાંય મેં મમ્મી પપ્પા સાથે ઝિદ કરી એમ.એસ યુનિવર્સિટીમાં એડમિશન લીધું. હજી ત્યાં શીખવાનું શરૂ થાય એના પે'લા તો પપ્પાનો ફોન આવ્યો અને કહ્યું કે પીજીવીસીએલમાંથી એપ્રેન્ટીશિપનો ઓર્ડર આવ્યો છે.આમ કહી એ તો નસીબ મારા થી બે ડગલાં પાછળ હતા . મેં જોબ લેવા માટે ના પાડતાં તેઓ એ મનેં સમજાવ્યો મને કીધેલું અમે લોકો આખી જિંદગી આ કરકસર અને ગરીબીમાં વિતાવી નાખી અમે ઇચ્છીએ કે તારી સાથે આવું ના થાય એમની વાત પણ સાચી હતી પેટે પેટા બાંધી અમને મોટા કર્યા ત્યારે એમની વાત ને નાં નાં કય શકયો અને ઘરની પરિસ્થિતિને સમજીને પાછો રાજકોટ આવ્યો એપ્રેન્ટિસશિપ સાથે પાર્ટ ટાઈમ જોબ કરી. આમ અડધો દિવસ પી.જી.વી.સી એલ. અને અડધો દિવસ મોલ માં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરી . ત્યાર બાદ 2 વર્ષ બાદ મને પી.જી.વી.સી.એલ. માં જોબ મળી અને મ્યુઝિકની બાકીની તાલીમ રાજકોટથી લેવા નું વિચાર્યું . તે દરમ્યાન મને ગુરુ તરીકે ઇન્દોર ઘરાના સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા શ્રીમતી પિયુબેન સરખેલ મળ્યાં. હીનાબેન મેહતાની ભલામણથી મને પિયુબેન પાસે શીખવાનો અવસર મળ્યો. પછી તો જોબની સાથે સાથે લાઈવ શો પણ શરૂ કર્યા. દિવસે જોબ ને રાત્રે શો. આમ જોબ જેટલો જ સમય સંગીતને પણ આપવાનું શરૂ કર્યું. ગુજરાત, રાજસ્થાન સહિત આફ્રિકા, બેંકકોક જેવા દેશમાં પણ પોતાની કલા રજૂ કરી છે. હું આજે જે પણ છું એ મારા ગુરુશ્રી પિયુબેનના કારણે જ છું. જો એ ન મળ્યા હોત તો મને ખ્યાલ જ આવત કે મ્યુઝિક શું છે? ગુરુ શિષ્ય પરંપરા શું છે? અને ખાસ હંમેશા ગુરુમાં એમ કહે કે પેલા સારા માણસ બનવું જરૂરી છે તમે જેટલા શુદ્ધ હશો એટલું તમારું મ્યુઝિક પવિત્ર હશે.આમ એમની કહેલ દરેક વાત ને માની ચાલુ છું. હા અનેં એક વાત અહી અધૂરી મૂકી હતી બરોડા એમ.એસ.યુનિવર્સિટીનો બેચરલ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સનો મ્યુઝિકનો કોર્ષ અહીં રાજકોટ શ્રી અર્જુનલ પર્ફોર્મિંગ આર્ટ્સ કોલેજમાં જય સર અને કુમાર સરના માર્ગદર્શન નીચે કર્યો. આમ પી.જી.વી.સી.એલની આ નોકરીની અંદર બે વાર મને ઇલેક્ટ્રિક શોક પણ લાગ્યો છે અને બે વાર બચ્યો છું પણ છતાંય આવા રિસ્કી કામ સાથે મેં મારી મ્યુઝિકની સફર નથી છોડી.
આ બધી પરિસ્થતિ માં પણ મારી જીવન સાથી હરિતા બધી જગ્યા એ મને સાથ આપ્યો છે અને ખૂબ પ્રેમ થી મને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને મારાં જીવન ના દરેક ઉતાર ચઢાવ માં મારી સાથે ઊભી રહી છે અને મને ખૂબ પ્રેમ સાથે મારી સંભાળ પણ રાખી છે.
ગમે તેવી મુશ્કેલી માં પણ મ્યુઝિક નથી છોડ્યું. રાજકોટે મને ખૂબ પ્રેમ આપેલ છે. રાજકોટે મને એક નવી ઓળખ આપી છે. મારા ગુરુ, મમ્મી - પપ્પા અને આપ લોકોના આશીર્વાદ અને પ્રેમ મને આમ જ ભવિષ્યમાં પણ મળતા રહે એ આશા સાથે.....નમસ્કાર...!!

22/06/2017
Happy Independence Day !!
15/08/2016

Happy Independence Day !!

Plan your   Make it Memorable one !! the Perfect wedding venue - Madhvan Party Lawns Rajkot Book your Big Day Today !!
12/08/2016

Plan your Make it Memorable one !!
the Perfect wedding venue - Madhvan Party Lawns Rajkot
Book your Big Day Today !!

Launching of 94.3 My Fm @ Imperial Palace Design & Entertainment By Umang Events !!
10/08/2016

Launching of 94.3 My Fm @ Imperial Palace
Design & Entertainment By Umang Events !!

Now We Manage Madhvan Party Lawns - Rajkot , The Perfect Wedding Venue !!●●● Booking Open ●●●●Contact Us for Inquery : A...
24/07/2016

Now We Manage Madhvan Party Lawns - Rajkot , The Perfect Wedding Venue !!
●●● Booking Open ●●●●

Contact Us for Inquery :
Anil Vanzara : 9426230320
Manoj Sondagar : 9033801253

Stay tuned for more happinesssssss....!!

Electrifying night with   !! Organized and managed by     !! Stay tuned for events updates....
20/07/2016

Electrifying night with !!
Organized and managed by !!
Stay tuned for events updates....

Gurdeep Daler Mehandi | Harsh*t Chauhan | Indrani Bhattacherjee
16/07/2016

Gurdeep Daler Mehandi | Harsh*t Chauhan | Indrani Bhattacherjee

Address

23/39, New Jagnath Plot, Corner, Off Mahakali Mandir Road
Rajkot
360002

Telephone

9033801253

Website

Alerts

Be the first to know and let us send you an email when Umang Events posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Umang Events:

Share