15/08/2020
ગાંધીનગર માં સેક્ટર 25 ખાતે સમર્પણ બોયઝ હોસ્ટેલ એન્ડ પી. જી કેમ્પસમાં રાધે-રાધે પરીવાર ગ્રુપ ગાંધીનગર, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, Ivents ઈવેન્ટ ઓર્ગેનાઇઝેશન ના સંયુક્ત ઉપક્રમે 74 માં સ્વતંત્રતા પર્વની ધામ ધુમથી ઉજવણી કરવામાં આવી. જેમા મુખ્ય મહેમાન ગાંધીનગર મહાનગરપાલિકા ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવેન્દ્રસિંહ ચાવડા સાહેબ તથા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી રૂપસિંહદાદા ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું, તથા 51 બુલેટ બાઈક પર સવાર યુવાનો જે અવનાવ સામાજીક સંદેશા લઈને જઈ રહ્યા હતા તેઓનું પ્રસ્થાન કરવામાં આવ્યું, તથા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું અને કાર્યક્રમ નું એક આગવું અને અદભૂત આકર્ષણ એ હતું કે 5000 ફુગ્ગા અને એની અંદર અનેક ઐષધી ને ભરી ને ફુગ્ગા ફુલાવી દરેક ફુગ્ગાને ખુલ્લા ગગનમાં છોડવામાં આવ્યાં જે ફુગ્ગા જે જગ્યાએ પડે એ જગ્યાએ તેમાં રહેલા બીજમાંથી એક વૃક્ષ નો જન્મ થાય તેવી એક નવી પહેલ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન રાધે-રાધે પરીવાર ગ્રુપ ના તમામ મિત્રો, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ ના કિરણભાઈ સર, પીનાંકભાઈ, અને સાથી મિત્રો, આઈવેન્ટસ ઈવેન્ટ ઓર્ગેનાઇઝેશન ના તરલભાઈ લેઉઆ ધ્વારા કરવામાં આવ્યું હતું . સમગ્ર કાર્યક્રમ ની અદભૂત ફોટોગ્રાફી પાયલ સ્ટુડિયો નાં પ્રશાંતભાઈ પટેલ એ કરી હતી. @ રંગીલુ ગાંધીનગર