GCFGandhinagar

GCFGandhinagar Gandhinagar Cultural Forum attempting to preserve cultural, artist and literary tradition of Gujarat

ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવલી નવરાત્રીમાં નવમા નોરતે હજ્જારો ખેલૈયાઓ અને પ્રેક્ષકોએ તિરંગા શૌર્ય મહાયાત્રા કાઢી હતી. રાષ્ટ...
05/10/2022

ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવલી નવરાત્રીમાં નવમા નોરતે હજ્જારો ખેલૈયાઓ અને પ્રેક્ષકોએ તિરંગા શૌર્ય મહાયાત્રા કાઢી હતી. રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજો અને કર્તવ્ય પાલનની પ્રતિબધ્ધતા સાથે ખેલૈયાઓએ રાષ્ટ્રધ્વજને માથે લઈને જીસીએફ ગ્રાઉન્ડ ફરતે 1551 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ ગૌરવભેર લહેરાવ્યો હતો. રાધે રાધે પરિવારના સહયોગથી યોજાયેલી તિરંગા શૌર્ય મહાયાત્રા ઉપસ્થિત માનવમેદની માટે અવિસ્મરણીય અનુભૂતિ બની રહી હતી.

ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર પ્રમુખ શ્રી રૂચિર ભટ્ટ, ગાંધીનગર જિલ્લાના સરકારી વકીલ શ્રી હિતેશભાઈ રાવલ, ગાંધીનગરની મધુર ડેરીના ચેરમેન શ્રી શંકરસિંહજી રાણા, પૂર્વ સનદી અધિકારી શ્રી વી. એસ. ગઢવી અને અન્ય મહાનુભાવોએ નવમા નોરતે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા માણ્યા હતા.

ગાંધીનગર કલ્ચર ફોરમના નવરાત્રી મહોત્સવમાં છેલ્લા નવમા નોરતે મા નવદુર્ગાની ભક્તિનું પર્વ દેશભક્તિનું પર્વ પણ બની રહ્યું. નવરાત્રીના છેલ્લા નોરતે ગાંધીનગર કલ્ચરલ ફોરમના જીસીએફ ગ્રાઉન્ડમાં રાધે રાધે પરિવારના સહયોગથી તિરંગા શૌર્ય મહાયાત્રાનું આયોજન કરાયું હતું. ગરબાના અંતે 1551 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે ગ્રાઉન્ડમાં ઉપસ્થિત સૌ ખેલૈયાઓએ તિરંગા શૌર્ય મહાયાત્રા કાઢી હતી. ખેલૈયાઓએ ઊંચા હાથે વિશાળ તિરંગાને આખા ગ્રાઉન્ડ ફરતે લહેરાવ્યો હતો. ગ્રાઉન્ડમાં ઉપસ્થિત હજારો ખેલૈયાઓ સ્વયંભૂ રીતે તિરંગા શૌર્ય મહાયાત્રામાં જોડાયા હતા. 'વંદે માતરમ' ના જયઘોષ અને 'ભારતમાતાના જયનાદ' થી સમગ્ર વાતાવરણમાં દેશભક્તિનો રોમાંચ પ્રસરી ગયો હતો. ઉપસ્થિત હજારો ખેલૈયાઓની આંખોમાંથી દેશભક્તિનીની ભાવના અશ્રુ બનીને વહી રહી હતી. ઉપસ્થિત હજ્જારો ખેલૈયાઓ અને લોકોએ રાષ્ટ્રધ્વજ માથે લઈને દેશ પ્રત્યેના પોતાના કર્તવ્ય અને ફરજોના પાલનની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ શ્રી કૃષ્ણકાન્તભાઈ જહાએ ઉપસ્થિત મેદની સાથે 'વંદે માતરમ' ના નારા લગાવ્યા હતા. રાધે રાધે પરિવારના શ્રી તન્મયભાઈ પટેલ અને શ્રી રાહુલભાઈ સુખડિયા તથા તેમની ટીમને સૌએ અભિનંદન પાઠવ્યા હતા.

ગાંધીનગર કલ્ચર ફોરમની નવરાત્રીમાં છેલ્લા નોરતે ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયિકા દર્શના ગાંધી ઠક્કરે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. એકએકથી ચઢિયાતા, વૈવિધ્યસભર, પરંપરાગત ગરબા સાંભળીને ખેલૈયાઓની સાથોસાથ પ્રેક્ષકો પણ મંત્રમુગ્ધ થયા હતા. ગુજરાતના સુપ્રસિદ્ધ રિધમિસ્ટ શ્રી રિશીન સરૈયા અને સહગાયક વિનોદ નાયી તથા કોરસના કલાકારોએ પણ ભારે જમાવટ કરી હતી.

નવમા નોરતે જીલ જોશી બેસ્ટ પર્ફોર્મન્સ-પ્રિન્સેસ બન્યા હતા જ્યારે બેસ્ટ પર્ફોર્મન્સ-પ્રિન્સ તરીકે હિતેન્દ્રસિંહ ઠાકુર વિજેતા થયા હતા. આ કેટેગરીમાં આયુષી શર્મા અને વિશાલ શ્રીમાળી રનર્સ અપ રહ્યા હતા. મિહિર કડિયા અને કાન્હી પટેલની જોડી બેસ્ટ પેર તરીકે વિજેતા થઈ હતી. જ્યારે ઉત્સવ કોષ્ટી અને તન્વી કોષ્ટીની જોડી રનર્સ અપ રહી હતી. 35 વર્ષથી વધુ વયના ખેલૈયાઓ માટેની કેટેગરીમાં સેજલ પરમાર બેસ્ટ ક્વીન તરીકે અને રૂપેશ પરીખ બેસ્ટ કિંગ તરીકે વિજેતા થયા હતા. આ કેટેગરીમાં નિશા ભાવસાર અને ડૉ. રાકેશ ભટ્ટ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ડ્રેસ-પ્રિન્સેસ તરીકે ઉર્વશી રાજગોર અને પ્રિન્સ તરીકે નીરજ વાઘેલા વિજેતા થયા હતા. આ કેટેગરીમાં કૃપા પટેલ અને કૃપેશ ચૌધરી રનર્સ અપ રહ્યા હતા.

બેસ્ટ ટીનેજર-પ્રિન્સેસ તરીકે કૃપાંશી વાઘેલા અને બેસ્ટ ટીનેજર-પ્રિન્સ તરીકે પ્રિન્સ પ્રજાપતિ વિજેતા થયા હતા. આ કેટેગરીમાં પ્રિન્સિબા વાઘેલા અને હેરી પુરબીયા રનર્સ અપ રહ્યા હતા. 7 થી 12 વર્ષની વયના ખેલૈયાઓ માટેની બેસ્ટ કીડ કેટેગરીમાં હેતસી માલવી અને સવ્ય રાજપુત વિજેતા થયા હતા. જ્યારે સૃષ્ટિ ભાવસાર અને પ્રિયમ પંડ્યા રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ચાઈલ્ડ કેટેગરીમાં તાશ્વી પ્રજાપતિ અને નક્શ નાયી વિજેતા થયા હતા. જ્યારે પૃથા પરીખ અને પ્રથમ પારેખ રનર્સ અપ રહ્યા હતા.

નિર્ણાયકો તરીકે શ્રી ચંદન ઠાકોર, ડૉ. અપર્ણા પંચોલી, શ્રીમતી અમીબેન વંકાણી, જયતિ બ્રહ્મભટ્ટ અને દિનાબેન ડોડીયાએ પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી.
------------------

03/10/2022

Gandhinagar Cultural Forum | Maha Aarti

30/09/2022

Gandhinagar Cultural Forum
Navli Navratri Day-4

29/09/2022

Live | ગાંધીનગર કલ્ચરલ ફોરમ નવલી નવરાત્રી 2022 ગરબા: દિવસ 4 - હિમાલી વ્યાસ નાઈક એન્ડ ગ્રુપ

28/09/2022

Live | લાઈવ | ગાંધીનગર કલ્ચરલ ફોરમ નવલી નવરાત્રી 2022 ગરબા: દિવસ 3 - દિપ્તી દેસાઈ અને અમિત ઠક્કર

28/09/2022

Gandhinagar Cultural Forum Navratri 2022 | DAY- 02 Reel

28/09/2022

કેસરિયો રંગ તને લાગ્યો અલા ગરબા,
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ...

ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર-ગાયક અમિતભાઈ ઠક્કર અને
વર્સેટાઈલ સિંગર દિપ્તી દેસાઈ
આજે ગાંધીનગર કલ્ચરલ ફોરમને
આંગણે પધારી રહ્યા છે..
આપ પણ પધારો...

27/09/2022

ગુજરાતી સુગમ સંગીતના
સુરીલા ગાયક શ્રી પ્રહર વોરા
આજે ગાંધીનગર કલ્ચરલ ફોરમની
નવરાત્રીમાં ખેલૈયાને
ગરબે રમાડવા આવી રહ્યા છે...
તમે પણ આવો,
ખૂબ જામશે...

26/09/2022

Live | ગાંધીનગર કલ્ચરલ ફોરમ નવલી નવરાત્રી 2022 ગરબા: દિવસ 1 - સમીર રાવલ અને માના રાવલ

Address

Gandhinagar
Gandhinagar
382011

Alerts

Be the first to know and let us send you an email when GCFGandhinagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to GCFGandhinagar:

Share

Category