21/04/2026
મારો લાડકો, મારી આંખોનો તારો,
તું છે મારા જીવનનો સૌથી પ્યારો સહારો।
મારા જીવનની ખુશી તું, હોઠોની હાસી તું,
મારા જીવવાની આશા અને વિશ્વાસ પણ તું।
તારા થકી મારું આ જીવન થયું છે ખાસ,
આજે છે તારો જન્મદિવસ, ખુશીઓનો ઉજાસ।
ભગવાનની કૃપા હંમેશાં રહે તારા સાથ,
સુખ, શાંતિ અને સફળતાથી ભરેલો રહે તારો પાથ।
તું છે અમારા જીવનની જીવનદોરી,
મીઠી લાગણીઓથી ભરેલી પ્રેમભરી કડી।
દિયા નો તું છે વહાલો ભાઈ,
તમારી ભાઈ-બહેનની જોડી રહે હંમેશાં હાઈ-ફાઈ।
પપ્પાની આંખનો તું છે તારો,
ઘરનું ગૌરવ અને સૌનો દુલારો।
તને ભાવે ડોસા અને વોટરમેલન જ્યૂસ ભરપૂર,
આખું વર્ષ રહે તારા જીવનમાં આનંદ અને નૂર।
જીવનમાં તું ખૂબ પ્રગતિ કરે,
Cristiano Ronaldo જેવો શ્રેષ્ઠ ફૂટબોલ પ્લેયર બને।
માનો આશીર્વાદ અને સાથ તને મળે અપાર,
સફળતાના શિખરો સર કરે તું વારંવાર।
Krishna જેવો નટખટ અને સૌને વહાલો,
તારા હાસ્યથી ઘરમાં ફેલાય આનંદનો ઉજાળો।
નાના-નાની અને દાદા-દાદીનો તું દુલારો,
સૌના હૃદયમાં વસેલો પ્રેમનો તારો।
વધારે શું કહું મારા લાડકા તને,
સત્ય અને ઈમાનદારીથી જીવન જીવજે હંમેશાં ને।
જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ,
મારા રાજા, હંમેશાં ખુશ રહેજે અને આગળ વધતો રહેજે। 🎂✨
Dr vyapti joshi