
13/10/2024
એક ખાસ સંદેશ.
શ્રી નવ શકિત ગરબા મહોત્સવ, કારેલીબાગ વડોદરા ખાતે આજરોજ પ્રખ્યાત ટીવી અભિનેત્રી અને અનુપમા સીરીયલ ફેમ રૂપા ગાંગુલી ઉપસ્થિત રહેનાર હતા પરંતુ ગઈકાલે રાત્રે હવામાનમા આવેલ અચાનક ફેરફારને લઇને આવેલ વરસાદ અને સાથે આજરોજ પણ રાત્રીના સમયે મોસમ વિભાગ દ્વારા વરસાદની આગાહી હોઈ આજનો કાર્યક્ર્મ હાલ પુરતો સ્થગિત રાખવાનો નિર્ણય આયોજક ગ્રુપ દ્વારા લેવામાં આવે છે.
આગામી સમયમાં શહેર ખાતે અનુકુળ સમયે કોઇપણ ભવ્ય કાર્યક્રમ કે અન્ય કોઈપણ આયોજન કરાશે અને એ કાર્યક્રમમાં પુનઃ અનુપમા સીરીયલના અભિનેત્રી રૂપા ગાંગુલી ઉપસ્થિત રહેશે જેની નોંઘ લેવા અપીલ છે.
સદર કાર્યક્ર્મ સ્થગિત કરવા બદલ દિલગીરી વ્યક્ત કરું છું.
આપ સૌ ચાહક વર્ગના ઉત્સાહ અને સહકાર સહ વિશ્વાસ હંમેશા જળવાઈ રહે એવી અપેક્ષા.
આયોજક,
શ્રી કમલેશ પરમાર.